Give & Joy Week 2021

 


શ્રી સ્વામિનારાયણ પોલિટેકનિક દ્વારા આયોજિત Give & Joy Week નું દિવસ પ્રમાણે વિવરણ :


પ્રથમ દિવસ : 6 સપ્ટેમ્બર 2021 - Fruit drive




- આ દિવસે ભાગ લેવા ઈચ્છતા તમામ વિદ્યાર્થીઓ તેમજ દાતાશ્રીઓએ ઓછામાં ઓછું અઢીસો ગ્રામ ફ્રુટ સંસ્થામાં જમા કરાવવાનું રહેશે.

- આ જમા કરાવેલ ફ્રુટને ગાંધીનગર તેમજ અમદાવાદમાં નરોડા અને સોલાભાગવત વિસ્તારમાં આવેલા ગરીબ લોકોને વિદ્યાર્થીઓના હસ્તે દાન આપવામાં આવશે.

નોંધ : આજ દિવસે આપ આ ડ્રાઇવ અંતર્ગત તમારા ઘરમાં રહેલા બિન ઉપયોગી પહેરવા લાયક કપડા, કેજે અન્ય ગરીબ વ્યક્તિના કે એના પરિવારના સભ્યને કામ લાગે તેવા હોય તો તે આપ ચોખા અને ઈસ્ત્રી કરીને સંસ્થામાં જમા કરાવી શકો છો.

દ્વિતીય દિવસ : 7 સપ્ટેમ્બર 2021 - Raffle Drive & Safety Drive




Raffle Drive
- Raffle Drive, અંતર્ગત દરેક વિદ્યાર્થી તેમજ સ્ટાફ મિત્રો એ પાંચ કે દસ રૂપિયા જેવા ઓછા પૈસા ચૂકવીને હાઉસિ તેમજ કહુટ ગેમ સંસ્થા દ્વારા રમાડવામાં આવશે. જેમાં વિજેતાઓને યોગ્ય ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે. તેમજ આ ગેમ દ્વારા ભેગા કરાયેલા પૈસાને ગરીબ તેમજ જરૂરિયાત મંદોને ઉપયોગ થાય એ રીતે ચેરિટી કરવામાં આવશે.

Safety Drive
- Safety Drive, અંતર્ગત શ્રી સ્વામિનારાયણ પોલિટેકનિક તેમજ ગાંધીનગર ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગરના ઘ - 5 ટ્રાફિક સિગ્નલ એ જે વાહનચાલકો ટ્રાફિકના નિયમો તેમજ કોરોના વાયરસના નિયમો ભંગ કરે છે તેમને ગુલાબનું ફૂલ અને માસ્ક આપીને ટ્રાફિકના નિયમો તેમજ કોરોના વાયરસના નિયમોનું પાલન કરવા માટે જાગૃત કરવામાં આવશે.


તૃતીય દિવસ : 8 સપ્ટેમ્બર 2021 - Fistful of Joy & Book Collection Drive




Fistful of Joy
- Fistful of Joy અંતર્ગત દરેક વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થી નું ગ્રુપ ખાણીપીણીનો સ્ટોલ ઉભો કરી શકશે. જેમાં કોઈપણ સ્વાસ્થ્યવર્ધક અને પૌષ્ટિક ખાદ્ય પદાર્થ, નાસ્તો કે પીણું પોતાના સ્ટોલ પરથી વેચી શકશે. 

- આ સ્ટોલ માટે સંસ્થા દ્વારા વિદ્યાર્થી અથવા તો વિદ્યાર્થીના ગ્રુપને જરૂરિયાત મુજબ ની જગ્યા આપવામાં આવશે.

- આ સ્ટોલ પરથી વિદ્યાર્થી અથવા તો વિદ્યાર્થીના ગ્રુપ દ્વારા વેચવામાં આવેલા ખાદ્ય પદાર્થના બદલામાં મેળવેલી રકમના 50 ટકા રકમ વિદ્યાર્થી અથવા તો વિદ્યાર્થીનું ગ્રુપ પોતાની પાસે રાખી શકશે. તેમજ અન્ય 50% રકમ જે તે વિદ્યાર્થી અથવા તો વિદ્યાર્થીના ગ્રુપે સંસ્થામાં ગરીબ તેમજ જરૂરિયાત મંદોને ચેરિટી માટે જમા કરાવવાની રહેશે.

- અને જે વિદ્યાર્થી અથવા તો વિદ્યાર્થીના ગ્રુપે તે દિવસે મહત્તમ રકમ પોતાના સ્ટોર પર મેળવી હશે, તે વિદ્યાર્થી અથવા તો વિદ્યાર્થીના ગ્રુપને યોગ્ય ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે.

Book Collection Drive

- Book Collection Drive અંતર્ગત દરેક વિદ્યાર્થી તેમજ સ્ટાફ મિત્રો પોતાના ઘરે રહેલ બિન ઉપયોગી ટેકનિકલ, નોન ટેકનિકલ, આધ્યાત્મિક, નવલકથા, નવલિકા વગેરે જેવા પુસ્તકો તેમજ સમાચાર પત્રોની જુની પસ્તી સંસ્થામાં જમા કરાવવાની રહેશે.

- જેમાંથી જે કોઈપણ પુસ્તકો વિદ્યાર્થી તેમજ સ્ટાફ મિત્રો દ્વારા જમા કરાવવામાં આવે છે તે પુસ્તકોનો સ્ટોલ ઉભા કરવામાં આવશે. 

- વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફ મિત્રો દ્વારા જમા કરાવવામાં આવેલા આ પુસ્તકો વાંચકોને વેચવામાં આવશે. આ પુસ્તકોના વેચાણથી પ્રાપ્ત થયેલ રકમને પણ ગરીબ તેમજ જરૂરિયાત બધે ઉપયોગી થાય તે રીતે ચેરિટી કરવામાં આવશે.

- તેમજ સમાચાર પત્રોની જુની પસ્તી વેચીને પણ જે રકમ એકઠી થશે, તે રકમનો ઉપયોગ પણ ગરીબ અને જરૂરિયાત મંદોને ઉપયોગી થાય તે રીતે ચેરિટી કરવામાં આવશે.

ચોથો દિવસ : 9 સપ્ટેમ્બર 2021 - Game - O - Thon & E Waste Collection Drive




Game - O - Thons
Game - O - Thons, આ ડ્રાઈવમાં દરેક વિદ્યાર્થી તેમજ સ્ટાફ મિત્રો પાંચ કે દસ રૂપિયા જેવા ઓછા પૈસા ચૂકવીને, વિસરાયેલી વિવિધ રમતો રમી શકશે અને આ રમતો દ્વારા મેળવવામાં આવેલી રકમનો ઉપયોગ પણ ગરીબ તેમજ જરૂરીયાત મંદને ઉપયોગી થાય તે રીતે ચેરિટી કરવામાં આવશે.

નોંધ : જો આ ગેમ કોઈ વિદ્યાર્થી અથવા વિદ્યાર્થીઓના ગ્રૂપ દ્વારા રમાડવામાં આવશે તો તે ગેમમાં મેળવેલ રકમના 50% જે તે વિદ્યાર્થી કે વિદ્યાર્થીઓ નું ગ્રુપ પોતાની પાસે રાખી શકશે.તેમજ 50% રકમ ગરીબ તેમજ જરૂરિયાત મંદને ઉપયોગી થાય તે રીતે ચેરિટી કરવામાં આવશે.

E - Waste Collection Drive
E - Waste Collection Drive અંતર્ગત દરેક વિદ્યાર્થી તેમજ સ્ટાફ મિત્રો પોતાના ઘરમાં રહેલ બગડી ગયેલ અથવા તો બિન ઉપયોગી કોઈપણ નાના-મોટા ઇલેક્ટ્રોનિક સાધનો જેવા કે ચાર્જર, મોબાઈલ, રમકડા, બેટરી બેકઅપ, પંખો, કુલર, ટેપ રેકોર્ડર, ડીવીડી પ્લેયર વગેરે સંસ્થામાં જમા કરાવવાના રહેશે.

- આ તમામ ઇલેક્ટ્રોનિક વેસ્ટને ઇલેક્ટ્રોનિક વેસ્ટ રિસાયકલ કંપનીને વેચી દેવામાં આવશે. 

- અને આ ઇ - વેસ્ટના વેચાણ દ્વારા મેળવેલ રકમનો ઉપયોગ પણ ગરીબ તેમજ જરૂરિયાત મંદોને ઉપયોગી થાય તે રીતે ચેરિટી માટે કરવામાં આવશે.

પાંચમો દિવસ : 11 સપ્ટેમ્બર 2021 - Rice - Dal Bucket Drive




Rice - Dal Bucket Drive અંતર્ગત દરેક વિદ્યાર્થી સ્ટાફ મિત્રો તેમજ આ ઉમદા કાર્યમાં ભાગ લેવા ઈચ્છતા દાતાશ્રીઓએ પોતાના ઘરે પોતે જમતા હોય સાથે એક માણસ વધુ જમી શકે તેટલા ચોખા અને તુવેર દાળ સંસ્થામાં જમા કરાવવાના રહેશે.  

- આ બદલામાં ચોખા અને તુવેર દાળ જમા કરાવેલા તમામ દાતાશ્રીઓને પ્રસાદની કુપન આપવામાં આવશે. 

- દાતાશ્રીઓ દ્વારા આપવામાં આવેલા આ ચોખા અને તુવેરદાળની સંસ્થા ખાતે વિવિધતામાં એકતાના અભિગમ સાથે ખીચડી બનાવવામાં આવશે. તમામ દાતાશ્રીઓને ખીચડીનો પ્રસાદ આપવામાં આવશે અને વધેલો પ્રસાદ ગરીબ બાળકો તેમજ જરૂરિયાત મંદોને વહેંચવામાં આવશે.

Post a Comment

0 Comments